અહીં, દિવસો વીતી જાય છે......

by hardikoza on July 09, 2013, 05:50:22 AM
Pages: [1]
Print
Author  (Read 2179 times)
hardikoza
Guest
અહીં, દિવસો વીતી જાય છે......

અહીં, દિવસો વીતી જાય છે, ને સમય પણ વહી જાય છે
હથેળી માંથી રેતી ની જેમ બધું સરકી જાય છે

અહીં, માણસ મટી ગયો માનવીમાંથી ને એની માણસાઈ પણ ભૂલાઈ છે
અહીં, ભાગતી-દોડતી "લાઈફ" ની વચ્ચે ક્યાંક "જિંદગી" રોકાઈ છે

અહીં, સંબંધો પણ ક્યાં હુષ્ટપુષ્ટ દેખાય છે
એ તો સ્વાર્થ ના "વેન્ટીલેટર" પર જીવન જોલા ખાય છે

અહીં, નકદ નારાયણ ની જય જય કાર છે
બાકી તો અહીં સ્વયમ નારાયણ ની પણ શું વિસાત છે

અહીં, પૈસાથી તોલાય છે માનવી ને પૈસાથી જ તો મુલાય છે
અહીં, સારા સંસ્કારો નું ક્યાં કોઈ ને કામ છે?

અહીં,સિધ્ધાંતો પર ચાલતા માણસો ની ભારે તંગી વર્તાય છે
અને તક સાધુ ઓ ને ભ્રષ્ટાચારીઓ થી આ દુનિયા આખી ઉભરાય છે

અહીં, નાની અમથી વાતો માં લોકો ના કાસળ કઢાય છે
અરે અહીં તો દુકાનો માં પણ માણસ મોંઘવારી ની ધારે કપાય છે

અહીં ગાંધી ના ગુજરાત ના નામે ઘણા કાળા ધંધા થાય છે
અહીં, પોલીસ સ્ટેશન ની સામે જ તો દારૂ વેચાય છે

અહીં, માણસ મટી ગયો માનવીમાંથી ને એની માણસાઈ પણ ભૂલાઈ છે
અહીં, ભાગતી-દોડતી "લાઈફ" ની વચ્ચે ક્યાંક "જિંદગી" રોકાઈ છે

-હાર્દિક ઓઝા નો વ્યર્થ પ્રયત્ન-
Logged
Advo.RavinderaRavi
Guest
«Reply #1 on: July 09, 2013, 09:03:16 AM »
बहुत खूब....
Logged
AreK Rurkavi
Guest
«Reply #2 on: July 09, 2013, 09:12:13 AM »
good going.
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
March 30, 2026, 02:39:17 PM

Login with username, password and session length
Recent Replies
[March 29, 2026, 04:12:39 PM]

[March 29, 2026, 11:26:21 AM]

[March 28, 2026, 04:05:48 AM]

[March 25, 2026, 02:01:17 AM]

[March 22, 2026, 10:48:37 PM]

[March 22, 2026, 02:33:35 PM]

[March 22, 2026, 02:32:49 PM]

[March 22, 2026, 02:31:42 PM]

[March 22, 2026, 02:30:57 PM]

[March 20, 2026, 02:56:15 PM]
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.108 seconds with 23 queries.
[x] Join now community of 8521 Real Poets and poetry admirer