જાણ્યે-અજાણ્યે લાગે છે તારી સાથે પ્રીત થઇ ગઈ..જ્યુથિકા

by jyuthika on April 08, 2015, 05:42:48 PM
Pages: [1]
Print
Author  (Read 1455 times)
jyuthika
Guest
8-4-15
..................
તરસને મળી જાણે  પરબ તો હું અમૃતમય બની ગઈ,
વાતો તારી ચુંબકીય કે હું લોહ બની આકર્ષિત થઇ ગઈ,
પારસ-સ્પર્શ થયોને જાણે લાગણીઓ સુવર્ણ થઇ ગઈ,
જાણ્યે-અજાણ્યે લાગે છે તારી સાથે પ્રીત થઇ ગઈ..

મીઠી માધુરી યાદ તારી હોઠોને પ્રેમભર્યું સ્મિત અર્પી ગઈ,
દર્પણમાં જોઇ ખુદને  અચાનક નજર ઢળી ગઈ,
તારા આગમનના વિચારે દિલની ધડકન તેજ થઇ ગઈ,
જાણ્યે-અજાણ્યે લાગે છે તારી સાથે પ્રીત થઇ ગઈ..

 કોરી-ધાકોળ જેવી ઝીંદગી  સ્નેહ-વર્ષામાં તરબતર થઇ ગઈ,
દરેક પળ જાણે ઉઘડતી સવાર જેવી સૌન્દર્યમય બની ગઈ,
કોઈપણ સહી સિક્કા વગર આ ઝીંદગી  તારે નામ થઇ ગઈ,
જાણ્યે-અજાણ્યે લાગે છે તારી સાથે પ્રીત થઇ ગઈ......
....................
જ્યુથિકા......
......................


[/b]
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
October 18, 2026, 02:46:53 PM

Login with username, password and session length
Recent Replies
[October 18, 2026, 10:43:03 AM]

[October 18, 2026, 10:41:32 AM]

[October 18, 2026, 10:41:00 AM]

by ASIF
[October 16, 2026, 11:56:26 PM]

[October 16, 2026, 07:43:21 PM]

[October 15, 2026, 11:44:48 AM]

[October 13, 2026, 03:04:24 PM]

[October 13, 2026, 03:02:57 PM]

[October 11, 2026, 12:10:35 PM]

[October 11, 2026, 12:08:10 PM]
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.132 seconds with 22 queries.
[x] Join now community of 8523 Real Poets and poetry admirer