મથું છું....

by pilakmehta on March 26, 2013, 07:14:57 PM
Pages: [1]
Print
Author  (Read 1130 times)
pilakmehta
Guest
 
    ક્યાંક થી આવી ગઈ ભીની હવા
    શ્વાસ પણ છાતીમાં લાગ્યા ખુચવા

    સાદ પાડે છે સ્વયં સદીઓ મને
    નીકળ્યો છું હું ક્ષણોને શોધવા

    ઝંખનાને આંખ કે પાંખો નથી
    આભને લાગી છે તોયે આંબવા

    આ તમારા મૌનને હું શું કહું
    રંગ દેખાડે મને એ અવનવા

    શ્વાસ થી સંબંધ સચવાયો નહિ
    ક્યાં હવે સંબંધ બીજા બાંધવા

    હર ક્ષણે તોળ્યા કરે છે એ મને
    આ તમારી આંખ છે કે ત્રાજવાં

    શૂન્યતા જે કોઈ વિસ્તરી ગયું
    શબ્દમાં એને મથું છું માપવા
Logged
Advo.RavinderaRavi
Guest
«Reply #1 on: March 27, 2013, 10:52:06 AM »
 Applause Applause Applause Applause Applause Applause Applause Applause Applause Applause Applause Applause
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
July 12, 2026, 10:44:15 AM

Login with username, password and session length
Recent Replies
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.08 seconds with 22 queries.
[x] Join now community of 8522 Real Poets and poetry admirer