હું આજનો આપનો નેતા

by hardikoza on July 04, 2013, 02:06:48 AM
Pages: [1]
Print
Author  (Read 1514 times)
hardikoza
Guest
હું આજનો આપનો નેતા


હું આઝાદ છતાં ગુલામ ભારત નો એક ભ્રષ્ટ નેતા છું
હું "૫"વરસ સુધી નો કોન્ટ્રાકટેડ ભિખારી છું (વોટ માંગતો)
જીત્યા પછી હું બધાને માટે "પહેચાન કૌન ?" છું
રાજનીતિ ના રંગમંચ નો હું નેતા તો ક્યારેક અભિનેતા છું
કટકી-કૌભાંડો નો પડદા પાછળ નો પ્રણેતા છું
ને કૌભાંડો ના ભાંડા ફૂટ્યા પછી હું કલમાડી ને એ . રાજા છું
મિત્રો , ભાષણ માં હું Ph.D. છું ને શાસન ના નામે મીંડું છું
ચુંટણી વખતે હું જ તો છું જે ધર્મ ના નામે તમને લડાવું છું
અરે મિત્રો રહેવા દો હું બહુ "ચાલુ" છું ને ક્યારેક "ઘાસ" ખાતો લાલુ છું
હું આઝાદ છતાં ગુલામ ભારત નો એક ભ્રષ્ટ નેતા છું
હું વિપક્ષ પર વગર વિચાર્યે પ્રહાર કરતો એક નેતા છું
સંસદ માં ખુરશી ને ટેબલ તોડતો હું આપનો જ ચુંટેલો નેતા છુ
કુટનીતિ ને ભ્રષ્ટનીતિ માં હું અવ્વલ નંબરે આવું છું
ભૂખ્યો છું વરસો વરસ નો એટલે જ તો આ કાળો કોલસો પણ હું ખાઉ છું
ને હવે આખાયે દેશ ને ઘોળી ને પી જાઉં છું
કેટલીયે કરી હેલીકોપ્ટર ની સવારી એ તો કોના બાપ ની દિવાળી ?
પૂછે જો જનતા હિસાબ ત્યારે હું ઘડિયાલી આંસુ બહાવું છું
ક્યારેક ટેકો લઇ લેવાની ધમકી આપીને પોતાનું કામ કઢાવું છું
સરકાર મારો પરિવાર ને પરીવાર એજ સરકાર નું ગાણું ગાઉ છું
એટલે જ તો કૌભાંડો કરવા શાળા ,બનેવી , ભાઈ , જમાઈ ને બોલાવું છું
મિત્રો, ભ્રષ્ટાચાર કરવા માટે નો ૫ વરસનો હું ફ્રી પાસ છું
ફક્ત કાગળ ઉપર જ બનાવતો હું ગરીબ આવાસ છું
યોજના ઓ બધી બનાવું છું ફક્ત મારા માટે પ્રજા જીવે કે મરે મારે શું?
હું તો ૫ વરસ માટે આવું છું લૂંટીને બીજાને પણ(લૂંટવાનો) chance આપું છું




પૈસા મળતા પક્ષ બદલતો હું કાચીંડા જેવો નેતા છું
ખુરશી દેવીની માળા જપતો હું સત્તા લાલચુ નેતા છું

હું આઝાદ છતાં ગુલામ ભારત નો એક ભ્રષ્ટ નેતા છું
હું "૫"વરસ સુધી નો કોન્ટ્રાકટેડ ભિખારી છું (વોટ માંગતો)

                                                  -હાર્દિક ઓઝા નો વ્યર્થ પ્રયત્ન-
Logged
nikss
Guest
«Reply #1 on: December 17, 2013, 02:58:05 AM »



સટ્ટાખોર વાણિયો મુંબઈમાં રહેતો,
દાડી દાડી હનુમાનને હાથ જોડી કહેતો;
“અંતરયામી બાપ તમે જાણો મારી પીડ,
પાંચસો જો અપાવો તો ભાંગે મારી ભીડ,
પાંચસો જો અપાવો તો પાઠ પૂજા કરું,
શનિવારે પાઈ પાઈનું તેલ લાવી ધરું.”
એક દાડો હનુમાનને એવી ચડી ચીડ,
પથ્થરમાંથી બેઠા થયા, નાખી મોટી રીડ
“પૂજારીનો ઓશિયાળો ખાવા દે તો ખાઉં,
કેમ કરી ભૂંડા હું તો તારી વહારે ધાઉં ?
પાંચસોને બદલે આપે પાઈ પાઈનું તેલ,
પૂછડું દેખી મૂરખ મને માની લીધો બેલ ?
પાંચસો જો હોય તો તો કરાવું હું હોજ,
ભરાવું ને તેલ, પછી ધૂબકા મારું રોજ.”
- પ્રેમશંકર ભટ્ટ
Logged
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
October 03, 2026, 08:05:06 AM

Login with username, password and session length
Recent Replies
[September 30, 2026, 02:54:04 PM]

[September 29, 2026, 03:36:44 PM]

by ASIF
[September 28, 2026, 07:21:53 PM]

by ASIF
[September 28, 2026, 07:20:28 PM]

[September 28, 2026, 05:20:00 PM]

by ASIF
[September 26, 2026, 07:43:40 PM]

[September 24, 2026, 12:08:35 PM]

[September 19, 2026, 11:32:42 AM]

[September 16, 2026, 11:40:12 AM]

[September 13, 2026, 05:33:53 PM]
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.161 seconds with 23 queries.
[x] Join now community of 8523 Real Poets and poetry admirer