Guju Jokes....

by ANAAM on May 04, 2011, 05:28:40 PM
Pages: [1]
Print
Author  (Read 1059 times)
ANAAM
Guest

**********

છોકરી : ‘છોકરો કેવો છે ?’
પંડિત : ‘ફિલ્મના હીરો જેવો છે.’
છોકરી : ‘અચ્છા ! કઈ ફિલ્મના હીરો જેવો ?’
પંડિત : ‘પિપલી-લાઈવ !’
**********


**********

હમણાં યુનોએ એક સર્વે કર્યો. એમાં પ્રશ્ન કંઈક આવો હતો : ‘Please give your honest opinion about the shortage of food in the rest of the world’ પણ આ સર્વે નિષ્ફળ રહ્યો. કારણ કે,
આફ્રિકાના કેટલા બધા દેશોમાં food એટલે શું ? એ જ ખબર નો’તી.
ચીનમાં મોટા ભાગના લોકોને opinion એટલે શું તેની ખબર નો’તી.
યુરોપના લોકોને Shortage એટલે શું તેની ખબર નો’તી.
ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશના લોકોને honesty એટલે શું તે ખબર નો’તી.
ઓસ્ટ્રેલિયાને Please એટલે શું તેની ખબર નો’તી.
અને અમેરિકનોને Rest of the world (બાકીની દુનિયા) એટલે શું તે જ ખબર નો’તી. પછી સર્વે સફળ કઈ રીતે થાય ?
**********


**********

દસ લાખ લોકોનો સર્વે કર્યા પછી એક સત્ય બહાર આવ્યું છે કે લોકોને સુખ કેમ મળતું નથી ?
એ સત્ય એ છે કે લોકો સતત એ જ શોધ્યા કરે છે કે સાલું, બીજાને સુખ કેવી રીતે મળી ગયું ?
**********

સન 2025નું એક દશ્ય :
ભિખારી : ‘ભગવાનના નામ પર કંઈક આપો…’
માણસ : ‘લે, મારી એમ.બી.એ.ની ડિગ્રી લઈ જા…’
ભિખારી : ‘અબે જા જા, તારે જોઈએ તો મારી સી.એ.ની ડિગ્રી લઈ જા ને !’
**********



**********

મગન : ‘બધા હવે મને ભગવાન માને છે.’
છગન : ‘તને કેવી રીતે ખબર પડી ?’
મગન : ‘કાલે હું બગીચામાં ગયો હતો તો ત્યાં બેઠેલા બધા એકી સાથે બોલી ઊઠ્યાં – ‘હે ભગવાન, તું પાછો આવ્યો ?’
**********

‘સ્વર્ગમાં જે કન્યા હોય તેને શું કહેવાય ?’
‘દેવકન્યા.’
‘સ્વર્ગમાં ઘણી કન્યાઓ હોય તો ?’
‘દેવકન્યાઓનું જૂથ.’
‘બધી કન્યાઓ સ્વર્ગમાં હોય તો ?’
‘પૃથ્વી પર શાંતિ !’
**********

સંતા : ‘યાર, હું બાળપણમાં બહુ તાકાતવાન હતો.’
બંતા : ‘તને કેવી રીતે ખબર ?’
સંતા : ‘મારી મા કહેતી હતી કે હું જ્યારે રડતો હતો ત્યારે આખું ઘર માથે લઈ લેતો હતો !’
**********

શિક્ષિકાબેન : ‘ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળનું એક ઉદાહરણ હું તમને આપું છું. પછી એવું બીજું ઉદાહરણ તમે જાતે કહેજો. મારું ઉદાહરણ છે : ‘હું સુંદર હતી, હું સુંદર છું, હું સુંદર રહીશ.’
વિદ્યાર્થીઓ : ‘એ આપનો વહેમ હતો, એ આપનો વહેમ છે અને એ આપનો વહેમ જ રહેશે !’
**********

 Laughing hard Laughing hard Laughing hard Laughing hard Laughing hard Laughing hard Laughing hard Laughing hard Laughing hard Laughing hard Laughing hard Laughing hard Laughing hard Laughing hard Laughing hard Laughing hard Laughing hard Laughing hard Laughing hard Laughing hard Laughing hard Laughing hard Giggle Giggle Giggle Giggle Giggle Giggle Giggle Giggle Giggle Giggle
Logged
Similar Poetry and Posts (Note: Find replies to above post after the related posts and poetry)
SMS Jokes by baby_love in SMS , mobile & JOKES
-::::::::- jokes::::::hi::::::::jokes ::::- by fakharenaveed in SMS , mobile & JOKES « 1 2  All »
Q & A: Jokes .. by NewYorker in SMS , mobile & JOKES « 1 2  All »
jokes hi jokes hain ji............ by arsenmen in SMS , mobile & JOKES
Jokes: Revolting Jokes in English 4 all ages. (cradle 2 graveyard) by R.M. Dixit in SMS , mobile & JOKES
Pages: [1]
Print
Jump to:  


Get Yoindia Updates in Email.

Enter your email address:

Ask any question to expert on eTI community..
Welcome, Guest. Please login or register.
Did you miss your activation email?
August 28, 2026, 09:07:38 AM

Login with username, password and session length
Recent Replies
[August 25, 2026, 07:50:42 PM]

[August 25, 2026, 07:49:38 PM]

[August 23, 2026, 02:43:47 PM]

[August 23, 2026, 02:42:55 PM]

[August 23, 2026, 02:41:52 PM]

[August 20, 2026, 09:45:39 PM]

by ASIF
[August 18, 2026, 12:21:55 PM]

by Tahseen ahmed khan
[August 17, 2026, 09:55:02 AM]

[August 16, 2026, 11:23:45 AM]

[August 16, 2026, 11:20:19 AM]
Yoindia Shayariadab Copyright © MGCyber Group All Rights Reserved
Terms of Use| Privacy Policy Powered by PHP MySQL SMF© Simple Machines LLC
Page created in 0.429 seconds with 23 queries.
[x] Join now community of 8523 Real Poets and poetry admirer